મૌસમ આવી ગઈ છે
મૌસમ આવી ગઈ છે
1 min
26.5K
મૌસમ આવી ગઈ છે તારી "આકાશ",
દુઃખ છે વરહ અખાનું, મન ભરીને તું આજ રડી લે,
જો એકાદી ખુશી મળી હોય તો મેઘધનુસ બની ફરી લે.
મૌસમ આવી ગઈ છે તારી "આકાશ",
અને જો તૂટ્યું હોઈ હૈયું તારું તો બારેમેઘ વરસી લે,
જોવા તને તારા ઉભા હશે તું વીજળી બની ચમકી લે.
મૌસમ આવી ગઈ છે તારી "આકાશ",
આ તો ઉત્સવ છે તારી લાગણીને વેદનાનો,
બસ તું બુંદે બુંદે જીવી લે, ને માટી બની મહેકી લે...
