STORYMIRROR

Hareshbhai Meer Kavabhai

Others

2  

Hareshbhai Meer Kavabhai

Others

મૃત્યુ

મૃત્યુ

1 min
2.8K


અલ્યા! તું જ મૃત્યુ?
નામ તો તારું બહુ ગાજે..
 
બહુ બીવે બધાં!
આભ સમી આફત છો?
તું ને ભગવાન ભૈ થાવ?
તું આવે એટલે
ભગવાનને સૌ સંભારે!
 
દુર્જન તારા દર્શન કરે
ને
પલભરમાં સજ્જન થાય.
સજ્જનનું તું સંગાથી હોય.
ના સમજાય તારો
ભેદભરમ!
 
તારા આગમનનો
ના આવે અણસાર.
મૌન છે તારો સંસાર.
લે
આવી પણ ગ્યું?
ચલ ત્યારે!


Rate this content
Log in