STORYMIRROR

Hareshbhai Meer Kavabhai

Others

2  

Hareshbhai Meer Kavabhai

Others

કલમ

કલમ

1 min
2.7K


આ શબ્દો ને
કોણ સજાવે છે?

બે કિનારા ને
કોણ એક કરે છે?

સૂકા રણમાં પણ
કોણ ભીંજવે છે?

ડાઘવાળા ચંદ્રમાં ને
રુપાળો કોણ ચીતરે છે?

નિર્જીવ પથ્થરોમાં
સ્પંદન કોણ મૂકે છે?

દુઃખના દરિયામાં પણ
સુખના મોજા કોણ ઉછાળે છે?

બંધ બારણાને
અંદરથી કોણ ખોલે છે?

નથી પહોંચાતું જયાં
આ કોણ પહોંચાડે છે?

કયાંક
પેલા કવિની
કલમ તો નહિં ને?


Rate this content
Log in