Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hemaxi Buch

Others

4.0  

Hemaxi Buch

Others

મૃત્યુ

મૃત્યુ

1 min
260


અનિશ્ચિતતાની નિશ્ચિતતામાં ઘેરાયેલું નગ્ન સત્ય 

એટલે મૃત્યુ, હા આ મૃત્યુ

કાળે કે અકાળે 

હોય છે વસમું સદા આ મૃત્યુ


કંઈ કેટલાય મૂંઝવતા પ્રશ્નો

મુશ્કેલીઓ છોડી જાય આ મૃત્યુ

ક્યારેક વ્યક્તિનું તો ક્યારેક

સંબંધોનું વિલીનીકરણ કરી જાય આ મૃત્યુ


વર્ષોની હૂંફ ને પળમાં પનોતા કરી જાય આ મૃત્યુ

સતત વર્તાતી હાજરીની નોંધને

ક્ષણવાર માં નોંધાવે એ ગેરહાજરી

એ જ છે આ મૃત્યુ


સમજાય તો સમજાવી જાય

અને ના સમજે તો અણસમજમાં જાય આ મૃત્યુ

જન્મથી મૃત્યુ સુધી કંઈ કેટલીયે

વ્યથામાં અટવાય છે શરીર 


ને અંતે તો રાખ અહી જ બને શરીર

ને પ્રયાણ કરે શ્વાસ જ માત્ર એવું આ મૃત્યુ

છે ને આ ખરી અનિશ્ચિતતાની નિશ્ચિતતા 

આ મૃત્યુ હા આ જ મૃત્યુ.


Rate this content
Log in