મૃત્યુ
મૃત્યુ
1 min
166
જિંદગીનો છેલ્લો શ્વાસ,
ને પછી જીવન આપતું મૃત્યુ,
એ મૃત્યુનું,
હું ખુશી ખુશી સ્વાગત કરીશ,
જેમ જીવન મને ગમે છે,
એમાં જ હું મૃત્યુ ને,
ગમતું કરીશ,
કારણ કે,
મૃત્યુ એટલે મોક્ષ,
પીડામાંથી, યાતનામાંથી,
જીવન ફેરામાંથી,
નીરવ શાંતિ,
ના દુઃખ,ના સુખ,
ના ભઈ, ના ડર,
ન ચિંતા, ન વ્યગ્રતા,
ન ઉપાડી, ન જવાબદારી,
બસ, પ્રભુતા ને મંગલકારી,
મૃત્યુ પણ સત્ય સનાતન છે,
એક દિવસે, જિંદગીના છેલ્લા દિવસે,
દરેકને મળવાનું છે,
આપણે સૌ હસતા મુખે,
મૃત્યુને સ્વીકારવાનું છે.
