મોહ
મોહ
1 min
16
તમારા દૂર જવાથી બે ઘડી નયન આતુર,
જાણે કોઈ છોડાવી લઈ ગયું આંગળી,
મારાં હોવાનો અહેસાસ પણ વિસરાયો,
ચારે તરફ તારા જ વિરહનું રટણ છવાયું,
સંબંધનો સેતુ, જેના છેડા આપણે રહ્યાં,
એ જ આપણો નાતો ' મોહ 'નો .....
કે એકમેકનો મોહ એજ સાચો નાતો...
સ્વપ્ન મહી આ અનુભૂતિ એજ તારો મોહ.
