મને મંજૂર છે
મને મંજૂર છે
1 min
522
પ્રેમ નહિ તો પ્રવાહ મને મંજૂર છે,
સ્નેહ નહિ તો શ્રધ્ધા મને મંજૂર છે,
કરુણા નહિ તો કળા મને મંજૂર છે,
ધ્યાન નહિ તો ધર્મ મને મંજૂર છે,
લાગણી નહિ તો લીલાશ મને મંજૂર છે,
પ્રેરણા નહિ તો પ્રાર્થના મને મંજૂર છે,
સુંદરતા નહિ તો સરળતા મને મંજૂર છે,
સારું નહિ તો સાચું મને મંજૂર છે,
વિચાર નહિ તો સુવિચાર મને મંજૂર છે,
આનંદી નહિ તો આઝાદી મને મંજૂર છે.
