Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

dinesh Nayak "Akshar"

Others

4  

dinesh Nayak "Akshar"

Others

મન ચાકડે

મન ચાકડે

1 min
294


મનમાં આજે નિરંતર શું આ ધુમરાય છે,

વિચારોના ચાકડે જાણે કૈંક ચકરાય છે.


ભડભડ હું સળગુ છું નાભીથી ચોટી સુધી,

નીંભાડામાં તપી જાણે ભીતર કૈં ઘડાય છે.


જીગરમાં હિંમતથી ઝિંદાદિલી સાચવી રાખું,

હોવા-ના હોવાનો દરિયો આજે છલકાય છે.


વરસુ કે ના વરસુની ઉલઝનમાં ઘેરાયા છે,

તડપતી ધરતી છે ને વાદળો વિખરાય છે.


મસ્તીમાં ઝૂમે વન- ઉપવન - ધરા- અંબર,

રહી રહી અર્થ હોવાનો સમજાય છે.


Rate this content
Log in