મિત્ર
મિત્ર

1 min

31
કર્મ સંજોગે આપણને કોઈ મિત્ર મળે છે.
જે સુખદુઃખ દાસ્તાન સહજ સાંભળે છે.
સાથી બનીને સાથ નિભાવે સંસાર રાહમાં,
ચહેરો વાંચીને આપણી દશા જે કળે છે.
દુઃખમાં રહે છે ઊભો અડીખમ પડખે જે,
સુખમાં આપણી મોજમઝામાં એ ભળે છે.
સાચવે છે સંબંધ સગા ભાઈથી ય અધિક,
આફતમાં આવી સંમુખ લગાડે એ ગળે છે.
નથી કોઈ રક્તસંબંધ તેથી શું થયું આખરે,
ને બે ખોળિયામાંહી એક પ્રાણ સળવળે છે.