મીઠાં વિયોગનું ગીત
મીઠાં વિયોગનું ગીત
1 min
27.6K
તારી મારી યાદની મૌસમ આવી છે અલબેલી,
ફૂલ, કળીઓ, ડાળી આખી થઇ ગઈ ઘેલી ઘેલી.
વનવનમાં ભમરાઓ ડોલે,
મધ મીઠાં સપનાઓ ખોલે,
સાજ સજીને પ્રીત પીયુંનાં અંતરને અડકેલી,
ફૂલ, કળીઓ, ડાળી આખી થઇ ગઈ ઘેલી ઘેલી.
વસંત ધેલો ડોલે વાયુ,
કેસુડાંએ કંઇક તો પાયું !
અંગ અધૂરા રંગાવાની લાગી તાલા વેલી,
ફૂલ, કળીઓ, ડાળી આખી થઇ ગઈ ઘેલી ઘેલી.
મનમાં ઝીણું ઝીણું નાચે,
મોર ટહુકો પીયુ વાંચે,
મોરપીંછનાં સંગે રાધા હૈયામાં હરખેલી,
ફૂલ, કળીઓ, ડાળી આખી થઇ ગઈ ઘેલી ઘેલી.

