મહેમાન
મહેમાન

1 min

541
મારા ઘરની
બારી પર બેસીને
'કા કા....' કરતા
કાગડાને જોઈ
મને થયું
ચોક્કસ આજે
મહેમાન આવશે'
હું ફટાફટ
ઘર બંધ કરી
પહોંચી ગયો
શહેરની બીજી
સોસાયટીમાં રહેતાં
મારા પરિચિતને ત્યાં
મહેમાન થઈને !