STORYMIRROR

Bharat Thacker

Others

3  

Bharat Thacker

Others

મહામારી

મહામારી

1 min
176

મોતના સાયા એ બદલાવી નાખી દુનિયા,

આ કેવી મહામારી છે,

કોરાના સામે પુરી દુનિયા છે લાચાર,

આ કેવી બીમારી છે.


પુરી દુનિયા ને લીધી છે બાન માં,

સહમી ગઇ છે પુરી દુનિયા,

કોણ છે આ વાઇરસનો જનક,

તેના ઉપર બરાબરની મારામારી છે.


ભયના ઓથાર હેઠળ બદલી ગયા છે,

માપદંડ હવે જિંદગીના

માપમાં નહીં રહો તો, દંડ કરશે કુદરત,

કુદરત આપે સજા અણધારી છે.


આપણો વિકાસ, દુનિયા ભરના અસ્ત્ર – શસ્ત્ર કે,

હોય ગમે તેવી અણુ્-યુધ્ધ સામગ્રી

નથી જીતી શકતી એક પામર જિવાણુ સામે,

સમજો આ સમયની બલિહારી છે.


માનવ જાત ગઇ છે બહુ ચગી, જીવ સૃષ્ટિમાં

બધા પર થઇ બહુ ભારી છે,

સમજી જાવ શાનમાં, જીવ-જંતુ, પશુ-પંખી સહુની,

આ ધરતી પર ભાગીદારી છે.


સામગ્રીને રેટ આપો
લોગિન