STORYMIRROR

Vrajlal Sapovadia

Children Stories

3  

Vrajlal Sapovadia

Children Stories

મધમાખી કૌશલ્ય

મધમાખી કૌશલ્ય

1 min
256

પુષ્પમાં જગ જુએ ખૂશ્બુ રંગ અને રૂપ 

મધુમક્ષિકા રચે મધ ને મીણ અનુરૂપ,


જંગી જોઈએ સાધનો બનાવવા સાકર 

સડી જાય વર્ષમાં ભર્યા પછી મોટો કર,


વગર ઓજારે મધ જીવતું સહસ્ત્ર સાલ 

અણજાણ કૌશલ્ય ક્યાંથી લાવતું માલ,


રાજ્ય કરે મધપૂડે સામ્રાજ્ઞિ રાણી એક 

મધમાખ ઘણા ને દાસ નીમ્યા હજારેક,


રાણીને ઠંડક આપે ફોજ ફફડાવી પાંખ 

મધ લાવે સાચવે રાણીના ઈશારે આંખ,


હેમાળે હૂંફ માટે હાલે ફેફસા ઘસી પગ 

સંદેશ મોકલે નાચગાનથી હેરત જગ,


પુષ્પમાં જગ જુએ ખુશ્બૂ રંગ અને રૂપ 

નાનકડી માખી ધરે આવશ્યક બહુરૂપ.


Rate this content
Log in