STORYMIRROR

Hiten Patel

Others

3  

Hiten Patel

Others

માયાળુ મારા ગામ

માયાળુ મારા ગામ

1 min
217

અહીં તો-

આસ્ફાલ્ટની ઝૂરતી સડકો,

ને અટવાયેલ સૂરજનો તડકો;

ઝીર્ણ કાયે તપતાં-રડતાં ઝાડ, 


ઈંટો માંહ્ય ગૂંગળાતો ઘોંઘાટ;

ચીમનીમાં ચોંટેલાં કાળજાં;

ને ધૂમાડામાં દોડતી શિલાઓ !


મૃગજળમાં હાંફતાં હેત 

જાણે સ્મશાને બરાડતાં પ્રેત !


ક્યાં છે રૂડી પગદંડી ? માયાળુ મારા ગામ ? 

ક્યાં છે કૂંજના એ ટહુકા મારા વૃંદાવન ધામ ? 


મીઠા જળના વેરડા ને દૂધડે ભર્યા નીર ? 

ક્યાં છે માધુરી સીમ ને રસિલાં મંદિર ? 


ઝાડવાંની લીલુડી છાયા ને ભેરુડાનો પટ ? 

આંબલીયાના હિંચકા ને વગડાના સુભટ ? 


ક્યાં છે મોકળા મેદાન ને ગાયોના ધણ ? 

પાણીયારીઓનાં વલોણાં ને પારેવાના મન ?


Rate this content
Log in