STORYMIRROR

Daizy Lilani

Others

3  

Daizy Lilani

Others

માયાજાળ

માયાજાળ

1 min
197

કેવી રચાય છે, માયાજાળ !

ફૂલો, ફળો, ખનીજ, ગગન કળા

રંગ, સુગંધ, આકાર અકલ્પનીય,

કેવી રચાય છે માયાજાળ !


સમુદ્ર ધ્વનિ, આકાશી મેઘધનુષ

કાળી કોયલ મીઠો સ્વર,

કેવી રચાય છે માયાજાળ !


છીપલા સર્જે મોતી,

મોરપીંછા રંગબેરંગી, 

કેવી રચાય છે,માયાજાળ !


ધોધ નવું સર્જન,વીજળી ઉત્પત્તિ સહાય

ઝરણાં લીલુંછમ દ્રશ્ય ઉપજે,

કેવી રચાય છે,માયાજાળ !


ચક્રવર્તી તોફાન જેવું મનભ્રમણ

અણમોલ માતા પિતા સ્નેહ,

કેવી રચાય છે,માયાજાળ !  


Rate this content
Log in