STORYMIRROR

Ashuman Sai Yogi Ravaldev

Others

4  

Ashuman Sai Yogi Ravaldev

Others

માવતર

માવતર

1 min
474

વીતી ગઈ છે તે પળ,

જે ગોલ્ડન બની હતી,

શમણું રહી ગયું તે ક્ષણ,

જેદી ખોળે તમારા રમતો.


ઉંમર વધીને વધ્યા સંબંધો,

વેચાતો ગયો લાગણીમાં,

સૌ દૂર ખસે તોય હજુ,

યાદ પહેલાં આવો છો તમે.


આ નોકરી ને પૈસાનો દમ,

દૂર લઈ ગયો મને ક્યાંય,

માવતર રહ્યા દેશને,

હું થયો ભવોભવ પરદેશ.


તમારી હથેળી પર રમતો,

કેવો સોહામણો લાગતો,

'આશ'થી ફુટેલો હું,

સૌને હવે ડરામણો ભાસતો.


સામગ્રીને રેટ આપો
લોગિન