મારું અમદાવાદ
મારું અમદાવાદ
1 min
313
મનગમતી વસ્તીનું શહેર છે અમદાવાદ
અલબેલી વસ્તીનું મહેરામણ છે અમદાવાદ,
તારું અને મારું ભવિષ્ય છે અમદાવાદ
સૌનું પ્યારું છે મારું અમદાવાદ,
સૌના સપના સાકાર કરે છે અમદાવાદ
સૌ માટે ગૌરવની મુલાકાત છે અમદાવાદ,
ફરવાના સુંદર સ્થળો છે મારુ અમદાવાદ
વાનગીઓની મીઠાશ છે મારું અમદાવાદ,
વાહનોની ભાગમ ભાગ છે મારું અમદાવાદ
પ્રવાસીઓ મજાનું સ્થાન છે મારુ અમદાવાદ,
જીવન જીવવાનું મુખ્ય શહેર છે મારુ મોજીલું અમદાવાદ.
