STORYMIRROR

Chaitanya Joshi

3  

Chaitanya Joshi

મારો દેશ મહાન.

મારો દેશ મહાન.

1 min
26.7K


હોય સંસ્કૃતિનું જ્યાં સુકાન,

મારો દેશ મહાન,

ન પામે વિકૃતિ જ્યાં સન્માન,

મારો દેશ મહાન,


માતાપિતાને જ્યાં ગણે ઇશ્વર,

સેવા સદા થતી,

જેની સેવાથી રીઝે ભગવાન,

મારો દેશ મહાન,


દેખી દીનદુઃખીને દ્રવી ઉઠતાં,

અહીંના દાતાર,

જનમાં જનાર્દન જેટલું માન,

મારો દેશ મહાન,


એક પત્નીવ્રત રામની જ્યાં,

મર્યાદા સૌ પાળે,

સ્ત્રીને જગદંબાની હો શાન,

મારો દેશ મહાન,


એકનાં એક લાડકાને જનેતા,

સેનામાં મોકલે,

શહીદ થયાનું જેને ગુમાન,

મારો દેશ મહાન.


Rate this content
Log in