Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Others

3  

Meenaz Vasaya. "મૌસમી"

Others

મારી સુંદર રાજકુમારી

મારી સુંદર રાજકુમારી

1 min
205


ઈશ્વરે મોકલી મને રાજકુમારી,

જાણે ! તેના પ્રેમની કંકોતરી,

જાણે ! પરીઓનાં દેશથી એ ઉતરી,

જાણે ફૂલોની એ ટોકરી,

મારી લાડકી દીકરી,


ધરતી પર સ્વર્ગ ચીતરવા આવી,

આ રાજ દુલારી,

સૌની પ્રેમાળ સૌની દુલારી,

દીવાલોને પણ નચાવતી જ્યારે એ પહેરતી ઝાંઝરી,

એવી લાડકવાયી મારી દીકરી,


લાગે મને ફૂલોની ટોકરી,

મારી આંગળી ઝાલી લઈ જાય મને ખુશીની ટેકરી,

આવી કોમળ રાજકુમારી મારી કૂખે અવતરી,

રૂપ દીકરીનું એ ધરી,


મીઠડી એવી જાણે લાગે મિસરી,

સુંદર ફૂલોથી સજી મારી સપનાની નગરી,

મારા ઘેર અવતરી એક દીકરી,

એને જોઈ મારી આંખો ઠરી,

જાણે ! ઉતરી આકાશેથી કોઈ પરી.


Rate this content
Log in