STORYMIRROR

Meena Mangarolia

Others

4  

Meena Mangarolia

Others

મારી મા

મારી મા

1 min
336

મારા હાથનાં ટેરવાં સુનાં પડ્યા,

મારી માએ લીધો જ્યાં છેલ્લો શ્વાસ.


અચાનક મારા પગ થંભી ગયા,

લોહી મારુ થીજી ગયું,

નજર મારી ધૂંધળી થઈ ગઈ,

અને ભગવાનને હું ભાળી ગઈ.


લીંપેલુ ગૂપેલું છાંણનુ આંગણું,

સૂતા સોડ તાણી મારી માત રે,

ભોંય લીધા મારી વહાલી માતને,

ત્યાં પથારીનાં બંધન છૂટ્યા.


સામગ્રીને રેટ આપો
લોગિન