STORYMIRROR

Dr.Milind Tapodhan

Others

3  

Dr.Milind Tapodhan

Others

મારાં મનની શાંતિ

મારાં મનની શાંતિ

1 min
397

શોધી ઘણી જગ્યાએ,

પણ તે ખુબ પાસેથી જડી,

મારા મનની શાંતિ,

મને મારી પાસેથી મળી.


ખુલ્લી આંખે,

તલાશ હતી જેની,

તે તો આંખ

બંધ કરતાં જ સળવળી,

મારા મનની શાંતિ,

મને મારી પાસેથી મળી.


બેબાકળો બની

શોધતો હતો જેને,

તે તો એક ઊંડા

શ્વાસમાં જડી,

મારા મનની શાંતિ,

મને મારી પાસેથી મળી.


"અહં બ્રહ્માસ્મિ"ની ખબર

મને ત્યારે જ પડી જયારે,

મારા મનની શાંતિ,

મને મારી પાસેથી મળી.


Rate this content
Log in