Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Milap Panchal

Others

4.0  

Milap Panchal

Others

મારા સ્વપ્ને સ્વામીવિવેકાનંદ

મારા સ્વપ્ને સ્વામીવિવેકાનંદ

1 min
249


મૂક્યો મેં વિશ્વાસ જે યુવા શક્તિમાં એ યુવા ક્યાં છે ?

ચીંધ્યા અધૂરા પરાક્રમ મારા, એની ગુંજ ક્યાં છે ?

જીમખાનેથી યુવાન બન્યો આજનો આ માનવી

નીતિ, વિચારોથી કેમ ન બન્યો તું ખરો માનવી ?


હસતી ફરતી લાશ બનીને તું શીદ જીવે છે ?

નિર્ધાર કર લક્ષ્ય, કૂતરા સમું શીદ જીવે છે ?

હિંમત રાખને તું ભલેને દુઃખ હોય હજારો,

આત્મવિશ્વાસ જ બદલશે જિંદગીનો નજારો,


વિશ્વાસ ના કરે ઈશ્વરમાં તેને માન્યો નાસ્તિક

વિશ્વાસ છે ખુદ પર, તો શા માટે બન્યા આસ્તિક ?

ભાગવતગીતાથી પાંગળી શિકાગોની સંકૃતિ

તો કોમી તણખાઓથી કેમ સળગે છે વિકૃતિ ?


બંધ આંખો આ બુલંદ અવાજ સાંભળતી રહી 

સ્વપ્નમાં આવેલી એ છબી ઘણું સમજાવી ગઈ.


Rate this content
Log in