મારા સપનાંની સવારી
મારા સપનાંની સવારી

1 min

23.7K
સાઇકલ ચાલે મારી સરરર... સરરર,
બચપણ વિત્યું જેની સંગે મારું ફરરર... ફરરર.
લેતી કલાકનો એ પૈસો પણ આપતી આનંદ અનોખો,
આજે મળે ના એવો મોકો, વેડફતાય રુપિયા લાખો.
એક સાઈકલમાં પણ કરતાં સવારી ત્રણ-ત્રણ,
આજે ઓડીમાં પણ સમાય માત્ર એક જ જણ.
કામ બધાં જ થઈ જાય ચાહે દિન હો યા રૈન,
મંઝિલે પહોંચાડે તરત પૈડાં એનાં દોડે શતાબ્દીની જેમ.
વિતાવેલી પળો આવે નહીં પાછી અફસોસ થાય એક,
સાઇકલની સવારીમાં જોડાયેલી છે હજી યાદો અનેક.