મારા શબ્દોને
મારા શબ્દોને
1 min
341
મારા શબ્દોને કોઈ વાક્ય જોઈએ છે
મારા વાક્યને કોઈ અર્થ જોઈએ છે,
મારા અર્થને કોઈ મર્મ જોઈએ છે
મારા મર્મને કોઈ હમદર્દ જોઈએ છે,
મારા હમદર્દને કોઈ સ્પર્શ જોઈએ છે
મારા સ્પર્શને કોઈ અહેસાસ જોઈએ છે,
મારા અહેસાસને કોઈ લાગણી જોઈએ છે
મારી લાગણીને કોઈ સંબંધ જોઈએ છે,
મારા સંબંધને કોઈ સહકાર જોઈએ છે
મારા સહકારને કોઈ શબ્દ જોઈએ છે.
