મારા પરિવારથી શીખ્યો છું
મારા પરિવારથી શીખ્યો છું
1 min
230
દાદાથી શીખીને દયાવાન બન્યો છું,
દાદીથી શીખીને દિવ્યવાન બન્યો છું,
પિતાથી શીખીને પ્રગતિવાન બન્યો છું,
માતાથી શીખીને મૂલ્યવાન બન્યો છું,
બહેનથી શીખીને બળવાન બન્યો છું,
ભાઈથી શીખીને ભાગ્યવાન બન્યો છું,
કાકાથી શીખીને કર્તવ્યવાન બન્યો છું,
કાકીથી શીખીને કુશળવાન બન્યો છું,
મારા પરિવારથી શીખીને હું એક આદર્શ મનુષ્ય બન્યો છું.
