માણસ
માણસ
1 min
26.8K
કોઈ માણસ મહીં જડે માણસ,
હાથ એવો હવે ચડે માણસ.
ચીપકાવી નવાં નવાં ચહેરા,
એકલો એકલો દડે માણસ.
જાણતો હોય વાંક છે કોનો,
સાવ ખોટું કેવું લડે માણસ.
ના પિછાણે એ જાત પોતાની,
વાતમાં અન્યની પડે માણસ.
અવનવા વાયદા કરી નાખે,
આમથી તેમ આથડે માણસ.
લોભના એરણે ચડે સંબંધ,
ઘાટ નોખો પછી ઘડે માણસ.
એક આશા હ્રદય ધરૂ 'જોગી'.
કોઈને કયાંય ના નડે માણસ.
