Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Anil Dave

Others

4.0  

Anil Dave

Others

માઁ નો ગરબો રે

માઁ નો ગરબો રે

1 min
43


માઁ નો ગરબો રે..,આવ્યો નવલી નવરાત્રીની રાતોમાં,

રમતો-ભમતો રે.., આવ્યો નવલી નવરાત્રીની રાતોમાં.


અંબે માઁ ગરબીમાં આજે તો ઢોલ-નગારા બાજે છે,

હરતો-ફરતો રે.., આવ્યો નવલી નવરાત્રીની રાતોમાં.


આશાપુરી માઁ આવો આજ સહેલીઓ સાથે રમવા,

ઢબતો-તરતો રે..,આવ્યો નવલી નવરાત્રીની રાતોમાં.


આપ અમારું ભાવસભર નિમંત્રણ સ્વીકાર કરી આવો,

હળતો-મળતો રે.., આવ્યો નવલી નવરાત્રીની રાતોમાં.


હે,બુટ ભવાની માઁ ચાચરમાં ગરબે રમવા આવો ને,

હસતો-જમતો રે.., આવ્યો નવલી નવરાત્રીની રાતોમાં.


Rate this content
Log in