STORYMIRROR

Kaushal Sheth

Others

4  

Kaushal Sheth

Others

માલીપા

માલીપા

1 min
29

કોઈ સૂતેલું દેખાય છે માલીપા,

કોઈ જાગતું દેખાય છે માલીપા,

ઊભું છે કોઈ અડીખમ અને,

કોઈ ભાગતું દેખાય છે માલીપા,


કોઈ જીતી રહ્યું છે જિંદગી,

કોઈ હારતું દેખાય છે માલીપા,

દેખાય છે કોઈ બચાવતું,

કોઈ મારતું દેખાય છે માલીપા,


બાહ્ય જગત તો માંગણું રહ્યું,

કોઈ આપતું દેખાય છે માલીપા,

છે જીગર હજી પણ કેટલું,

કોઈ માપતું દેખાય છે માલીપા,


શોધી રહ્યું છે કોઈ ઠંડક અને,

કોઈ તાપતું દેખાય છે માલીપા,

ને 'સ્તબ્ધ' થઈ જે તું વિચારે ,

કોઈ છાપતું દેખાય છે માલીપા,


સામગ્રીને રેટ આપો
લોગિન