Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Nirali Jarasania

Others

4.3  

Nirali Jarasania

Others

લૂંટવા પતંગ

લૂંટવા પતંગ

1 min
442


ગુલાબી ઠંડી, સોનેરી કિરણ,

નીલ ગગન, પચરંગી પતંગ

આવો વ્હાલાઓ, લૂંટવા પતંગ !


નાની- મોટી, કાળી-ધોળી પતંગ,

ગેસના ફુગ્ગા ને સ્પાઈડરમેનને સંગ

ભગવાનની ફીરકી ને ગુલાબી દોર,

આવો વ્હાલાઓ, લૂંટવા પતંગ !


એફ.એમ. રેડિયો ને ડી.જે.ના તાલે,

"લપેટ-લપેટ"ના નાદે, ચિચિયારીઓને સંગ

આવો વ્હાલાઓ, લૂંટવા પતંગ !


શેરડીનો સાંઠો ને મમરાના લાડું,

તલની ચીકી ને જીંજરાને સંગ

ગરમાગરમ ઊંધિયું ને ઘઉંનો પોંક,

આવો વ્હાલાઓ, લૂંટવા પતંગ !


કાગળનું ફાનસ ને બત્તી ગૂલ,

ઓસરતી સાંજ ને આંખો નમ

આવો વ્હાલાઓ, લૂંટવા પતંગ !


Rate this content
Log in