લોકડાઉન
લોકડાઉન
1 min
57
કપરી પડી છે પરિસ્થિતિ આ,
ઉજડી રહ્યું છે જગ આ,
કોનો પડ્યો છે પ્રકોપ આ,
સૂનું થઈ રહ્યું છે જગ આ,
વેર ઝેરના સંબંધોમાં,
પડી રહી છે તિરાડ આ,
કપરી પડી છે પરિસ્થિતિ આ...
અજવાળું કયારેક તો આવશે,
જોઈ રહી છે આંખો આ,
સપના તો કયારેક પુરા થશે,
જીવી રહ્યા છે દિવસો આ,
કપરી પડી છે પરિસ્થિતિ આ...
હસતી કૂદતી જિંદગીમાં,
ક્યાંથી આવી તિરાડ આ,
રહ્યા નથી દિવસો જુના જેવા,
હવે તો આવો મારા કાનહા જગમાં આ...
કપરી પડી છે પરિસ્થિતિ આ.
