લાખ લાખ નમન
લાખ લાખ નમન
1 min
258
લાખ લાખ વંદન મારાં દેશભક્તોને
લાખ લાખ વંદન
પ્રેમપૂર્વક આપીએ એને શ્રધ્ધા સુમન
લાખ લાખ વંદન
કર્યું જીવન અર્પણ આઝાદી કાજ
દૂર કર્યું દેશમાંથી અંગ્રેજોનું રાજ
યાદ આવે આપનો ત્યાગ અમને આજ
લાખ લાખ વંદન
લાવ્યા જે દેશમાં અમન
એવા મારા દેશભક્તોને નમન
મારાં દેશભક્તો પ્રાણથીયે પ્યારા છે
વિચારો એના આ જગથી ન્યારા છે,
આવો બહેનો, આવો ભાઈઓ
સ્વતંત્ર દિન ઉજવીએ
દેશ કાજ કંઈ કરી જોઈએ,
પૂર્વજોએ ભગાડ્યા અંગ્રેજો
આપણે કૂડો કચરો ભગાડી જોઈએ
પૂર્વજોએ મુક્તિ અપાવી અંગ્રેજોથી
આપણે દુર્ગુણો મુક્ત થઇ જોઈએ.