STORYMIRROR

Bharat Darji Aabhas

Others

4  

Bharat Darji Aabhas

Others

ક્યાં લગ જાશો?

ક્યાં લગ જાશો?

1 min
25.9K


*કેવા છો ને કેવા થાશો?*

*ક્યાં ઊભા છો, ક્યાં લગ જાશો?*

દિલને આપું કેમ દિલાસો?

ઊઠે અંદર રોજ નિસાસો.

નાટક જામ્યું છે નાટકનું,

લોકો જોશે આજ તમાશો.

બોલી બોલીને સાવ ફર્યો,

મોતે દીધો આજે જાસો?

કારણ શું આપું દુનિયાને,

લોકો માંગે એક ખુલાસો.

ઊંચે નીચે થાતાં શ્વાસો,

હાંકે રાખે લ્યો ડંફાસો.

સામે રહી માને ના કીધું .

ભીંતો સાથે કાયમ કાશો.

જાણીને કાયમ ટકરાતી.

ફરતી રે'છે કેવી લાશો


Rate this content
Log in