કવિ ની કલ્પના
કવિ ની કલ્પના
1 min
457
કવિની છે આ કલમ લખું છું મનની અસર
કરાવું છું શબ્દોની સેર આપુ છું મનની આશ
સાચવું છું આશાની લ્હેર આપુ છું મનની મ્હેર
વિચારું છું વાક્યની રીત સમજુ છું બધાની પ્રીત
માનુ છું બધા સૂચન આપુ છું રચનાનું વર્ણન
માપુ છું બધાનું મૂલ્ય આપુ છું સમયનું ઋણ
રાખું છું સદાય રાજી આપુ છું રચના તાજી
ગમે છે મારી રચના સૌને વાચે છે એ શબ્દો જોઈને
સમજાવું છું સૌને જીવનની રીત
મારી રચનાની છે એ જીત છે
