કટાક્ષ
કટાક્ષ
1 min
307
મુર્ખામી કરે ઉજાગર
વિનોદના કારીગર
ભોળાને ભરમાવે
કાચાને કરમાવે
શાતિરને શરમાવે
ગુંડાને ગરમાવે
નાનાને નરમાવે
ટીકા ટિપ્પણી જમાવે
કરી અતિશયોક્તિ
વાંચી વક્રોક્તિ
ભાંગે ભોળી ભક્તિ
ઉઘાડી કરે યુક્તિ
મનમાની મુક્તિ
કરે ચોંકાવી ચકિત
ઠઠ્ઠા મશ્કરી
વેશ લશ્કરી
ગંભીર ક્યારેક
હળવું ક્યારેક
કરે સરખામણી
લાગે અળખામણી
તાણે વ્યંગ બાણ
શિખામણ તણી ખાણ
કટાક્ષ કંચન કિંમતી
સૂક્ષ્મ અતિ મતી
મુર્ખામી કરે ઉજાગર
શબ્દ ચિત્ર બાજીગર
