ક્રિકેટ
ક્રિકેટ
1 min
404
બ્રિટિશની છે આ રમત ક્રિકેટ,
ભારતીયો રમતા સૌથી વધુ ક્રિકેટ,
વર્લ્ડકપ રમાતો છ માસિક પરીક્ષામાં,
તો આઇપીએલ મેચ રમાતો વાર્ષિક પરીક્ષામાં.
છોડી ભણતર લાખો વિધાર્થીઓ,
બેસી જતા જોવા મેચ ફિકસીંગ,
બગાડતા રોજની બે - ચાર કલાક,
લગાવતા દાવ પર ખુદની કારકિર્દી.
છોડી કામધંધો કરોડો ચાહકો,
ભરાઈ જતા ટી.વી. સામે ને સ્ટેડિયમમાં,
રમાતો સટ્ટો અબજો રૂપિયામાં,
કોઈ પાયમાલ તો કોઈ માલામાલ.
મળવું જોઈએ રમતોને પણ પ્રાધાન્ય,
પણ, બેસી રેશે જો આમ ભારતીયો,
તો હુન્નર પોતાનું ક્યારે બતાવશે ?
શુ ખબર ક્યાં પહોંચશે, ભારતનું ભવિષ્ય !
