કપરા કાળની વેળા
કપરા કાળની વેળા
1 min
11.8K
દૂર થાતા માણસો દેખી નયન રડ્યા હવે,
આ ધરા ને પણ મહોરા પહેરવા પડ્યા હવે.
ઘર - પાંજરે પૂરાય ને ઝંખ્યા કરે આઝાદી ને,
હિંમત અને વિશ્વાસ પળભરમાં રખે ખડ્યાં હવે.
લોભ - લાલચને બધો વૈભવ ગયો નાહક અને
રૂપ દેખી રોગના ખોવાયેલ ઈશ જડ્યા હવે.
મનથી જુદા પડતા હતા એ આજ તનથી પણ પડયા,
કાળની કેડી ઉપર માનવ - માનવ ને નડ્યા હવે.
આજ કપરા કાળ ની વેળા અહી આવી ચૂકી ને,
નાણાં ગયા વનવાસ ને અહમ્ ના બારણાં ખડયા હવે.