કોરોના
કોરોના
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
1 min
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
324
કોઈને તો ખોટો દમ મારે છે
ક્યારે ખુશી ક્યારે ગમ મારે છે
કર્મોની ગતિ ન્યારી છે જીવનમાં
કોઈને ના કોઈ જમ મારે છે
એ રોજે આવીને ચાલી જાયે
યાદો શું એની પણ કમ મારે છે
આવે જો મૃત્યુ તો હમણાં આવે
મૃત્યુથી વધુ એના સમ મારે છે
આ કોરોના શું મારી શકવાનો
પ્હેલું ઉઠાવેલ કદમ મારે છે.