Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mehul Anjaria

Others

4  

Mehul Anjaria

Others

કોણ જાણે કેમ

કોણ જાણે કેમ

1 min
37


મળતુું નથી મને, ને ખુટતુું નથી તને જેમ

કિસ્મતની વાત આ તો, લોક કહે એમ.

કોણ જાણે કેમ !


તોડતાંં એક પર્વતને, નીકળ્યા બે પથ્થર,

ગયો એક ધોબી ઘાટ, દૂજો ઈશ્વરનો પ્રેમ.

કોણ જાણે કેમ !


ગાયનો ગોવાળ હતો, મનનો છે વ્હેમ,

કૃષ્ણની આ વાત લાગે,પ્યારી ને ન્યારી એમ.

કોણ જાણે કેમ !


આમ કરો તેમ કરો, કરો તમને ગમે તેમ,

જીવનની નૈયા તો, થાશે પાર હેમખેમ

કોણ જાણે કેમ !


સમજી સમજાય નહીં, અદભૂત તારી આ ગેમ,

રમતો રહીશ હુંં, નાહકનો છોડીશ નહીં,

લીધી છે આજ મેં તો નેમ

કોણ જાણે કેમ !


છલકાતાંં નીર જાણે, તૂટયો કોઈ ડેમ,

અશ્રુની ધાર ચાલી, કેવો આ પ્રેમ

કોણ જાણે કેમ !


બહુએ વિચાર્યું તો ય, લાગે વાત સાચી જેમ,

ઘાટ ઘડયા પછી નામ રૂપ જૂજવાંં, અંતે.તો હેમ નુું હેમ

કોણ જાણે કેમ !


Rate this content
Log in