STORYMIRROR

Rohit Prajapati

Others

4  

Rohit Prajapati

Others

કોઈ ફરિયાદ નથી...

કોઈ ફરિયાદ નથી...

1 min
253

હે ઇશ્વર, કેવી તો છે તારી તો આ કલાકારી,

હદય એક, એમાં જુદી જુદી લાગણીઓ ભરી.


ચુંબન કરવામાં એક હોઠ કાફી લાગ્યા તને,

લાગણીઓ સમેટવા બે હાથની હામ મારામાં ભરી.


હાસ્યની છોળો ઉછાળવા એક મોઢું બહુ થયું,

ને દરિયાને બહાર કાઢવા બે આંખોમાં વાચા ભરી.


મોહી જાય બધા એવી ચહેરાને મળી ખુશહાલી,

ને તનમાં એકલતા ભરી શકાય એવી યાદો ભરી.


અરે આ કોઈ ફરિયાદ નથી કરતો ઇશ્વર તને હું,

તે મારા કર્મોના હિસાબની બાદબાકી જીવનમાં ભરી.


સામગ્રીને રેટ આપો
લોગિન