Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jay D Dixit

Others

5.0  

Jay D Dixit

Others

ખૂન થાય છે

ખૂન થાય છે

1 min
327


મને રોજ એનું જ મન થાય છે,

'ને એનું જ રોજ ખૂન થાય છે.


પેપરનું એ સ્પોર્ટ્સવાળું પાનું,

મારે હૈયે ખુલ્લું મેદાન થાય છે.


પૈસા પાછળ દોડતી ઓફિસની બેગ,

પછી, ફૂટબોલનું ભાન થાય છે.


એ લેધરના બ્લેક શૂઝ પહેરું,

તો સ્પોર્ટ્સ શૂઝ સમાન થાય છે.


મિટિંગમાં જે ટાર્ગેટ દેખાડાય છે,

એ ગોલપોસ્ટની કમાન થાય છે.


સફળતા, પૈસો બધું મળે છે 'કલ્પ'ને,

તોય રોજ, સ્વપ્નોનું ખૂન થાય છે.


Rate this content
Log in