ખૂબ નહાવું છે નહીં ?
ખૂબ નહાવું છે નહીં ?
1 min
336
છત્રી હોય તોય પલળવાની મજા બિન્ધાસ્ત લેવાતી,
પાણી ભરેલા વિસ્તારોમાં કૂદકા મારીને મન મૂકીને નવાતું,
ને પેલી ભીની માટીની સુગંધનો દરિયો શ્વાસમાં ભરી,
એજ ભીની માટીમાંથી કેવા મજાના ઘરો બનતાં !
અને આજે સિમેન્ટના ઘરોમાંથી બહાર નીકળતી વેળા,
રેઇનકોટ લેવાનું ભૂલાતું નથી,
પલળવાની ક્યાં વાત કરો છો ?
વાંછટથી પણ દૂર ભગાય છે,
આ ભીંજાવાની એલર્જી ખરીને,
પણ ઉંડે ઉંડે બાળપણમાં જીવાતું ચોમાસું,
ફરી એકવાર જીવવાની ઇચ્છા ખરી,
ને મને લાગે છે,આપણે બધાએ,
તરબતર વરસાદમાં પલળીને,
ખૂબ નહાવું છે નહી ?
