ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

ખુલ્લી કિતાબ

ખુલ્લી કિતાબ

1 min
8


એક નિર્દોષ શિશુ દળદાર પુસ્તકને અવલોકે,

શું હશે એમાં સમાયું ચડ્યું મન વિચારના ઝોકે,


શક્ય છે હોઈ શકે એ ધર્મગ્રંથ સ્વધર્મ બોધે,

ભૂલકું વારંવાર જોઈ એમાં રમવા ચીજ શોધે.


અબ્ધિ સમું લાગે એને; યાદ દાદી વંદન કરતાં,

પહેલે પાને કંકુ ચોખા લગાડીને કેવું ઉચ્ચારતાં.


નથી જેને અક્ષર જ્ઞાન કે ના બોલતાં આવડતું,

પુસ્તક આખરે છે શું એને કાંઈ નહીં સમજાતું.


ખુલ્લી કિતાબ સમું સન્મુખ દર્શન સૌને કરાવતું,

બાલકુસુમનું જીવન ખુલ્લી કિતાબ શાને ઉકેલતું?


Rate this content
Log in