ખોવાયો છે માણસ
ખોવાયો છે માણસ

1 min

438
હું
આ માણસોની ભીડ
વચ્ચે વર્ષોથી
માણસને શોધી રહ્યો છું.
પણ હજુ સુધી
મને આ શોધમાં
સફળતા મળી નથી.
હવે હું
અખબારમાં જાહેરખબર
આપવા વિચારું છું.
'ખોવાયો છે માણસ,
શોધી આપનારને યોગ્ય બદલો'
જો કે
મને શંકા છે કે
આ ભીડમાં રહેલા માણસો
'માણસ'ને ઓળખી શકશે ખરા ?