ખબરજ ના રહી
ખબરજ ના રહી
1 min
13.2K
કહેવું છે ઘણું,
પણ કહી શકતો નથી.
દિલમાં રહેલી અવધળો
હું ઉકેલી શકતો નથી.
ભણતર ના થયું,
ગણતર ના થયું,
બાળપણ મારું બસ
ચારે દિશાએ શોધતો રહ્યો.
એ.બી.સી.ડી.ના ચકરમાં,
બાળપણની સીડી
ચડવાનું ભૂલી ગયો.
ક્યારે પપ્પાના બેટામાંથી,
એમનો મિત્ર બની ગયો
ખબરજ ના રહી !
બાળપણ મારું ક્યાં ખોવાયું ?
ખબરજ ના રહી !
