ખબર ના પડી
ખબર ના પડી
1 min
446
સવાલી હતો એ મળીને ખબર ના પડી,
ફકીરી સ્વભાવે મળીને ખબર ના પડી,
વિવાદો બધાંયે નકામા થયા'તા અહીં,
ને કોશિશ ચાલે, મળીને ખબર ના પડી,
નકારી હતી વાત એની છતાંયે ફરી,
વિનંતી કરાવે મળીને ખબર ના પડી,
હતી સ્નેહ કેરી તરસ જાણતાંયે હતાં,
ને અરજી પ્રમાણે મળીને ખબર ના પડી,
બહાના, કહાણી, નવાઈ પમાડે પછી,
નજરમાં બતાવે મળીને ખબર ના પડી.
