STORYMIRROR

Hiten Patel

Children Stories Inspirational

4  

Hiten Patel

Children Stories Inspirational

ખારી નદી

ખારી નદી

1 min
214

તામ્રમયી ઘંટનો ધ્વનિ ક્રમિકે, 

પાડી અનેરા પડઘા શમી જતો;

ત્યારે નદીના પટમાં ઉત્સાહી, 

હું યે મિત્રો સંગ દોડતો જતો.


ખારી નદીનો ઢળતા પહોરનો, 

સોનવર્ણી સો પટ બાળ થઈ જતો;

ત્યારે ઘટાએ ઘટા, કોતરો અને, 

ખૂણે ખચકે રવ નાચ ઊઠતો.


ત્યાં મોરની મોહક ઢાલ ખીલતી, 

ધીમા મિશ્રિત ચકવાંના રાગમાં;

નીચે રહ્યા ચારુ પથ્થર દેખતા, 

જાણે પક્ષીઓની કતાર આભમાં.


દ્વાર મસ્તીનાં ઊઘડ્યાં હતાં પૂર્વે, 

જે રેતના ગાલીચા ને નદી મહીં;

તે તે રવતા ભમતા ઘણા ટૌકા, 

ને દોડતી કોમળ પાયલ કહીં !


Rate this content
Log in