Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Smita Dhruv

Others

3  

Smita Dhruv

Others

જૂનાં છાપાં

જૂનાં છાપાં

1 min
221


શી ઉતાવળ છે છાપાં આડા મૂકવાની ?

આ તો હજી ગઇકાલનાં જ છે ને ?

તેના સમાચાર પણ હજી તાજા જ છે ને ?


થોભી જા ને બે ઘડી, ઘડીક મૂકી રાખને તેને પાસે,

ગઈકાલની કાલની કાલે, છાપાંમાં આવ્યા હતા,

એ સમાચાર તો મારા પોતાના જ છે ને ?


મરણનોંધમાં આવેલું મારું નામ, હજી તાજું જ છે ને ?

અરે, કાલ સુધી તો છાપાં હું ખુદ વાંચતી હતી,

છાપાં પણ હતા નવાં,


પરંતુ હવે, છાપાં સાથે ગડી વાળીને મૂકાઇ ગઇ,

તે ગડી ને તે ક્ષણ - જતાંની સાથે જ, કશેક દૂર-દૂર.


Rate this content
Log in