STORYMIRROR

Kalpesh Patel

Others

3  

Kalpesh Patel

Others

જુદાઇ

જુદાઇ

1 min
541

જુદાઈના દિવસો ફરી યાદ આવેછે,

રૂપેરી વાદળીનો મેઘ યાદ આવેછે,

ગગડતા અંબરે તું સમણે આવેછે,

દિલના ખાલીપામાં તું ઉમટી આવેછે.


એક વિધવા બહેન હતી, તેને એક હોનહાર રૂપાળી દીકરી હતી, પૈસે ટકે ખમતીધર હતા. બહેન ભણતરનું મહત્વ જાણતા, તેથી તેઓએ લખ-લૂટ ખર્ચ કરી દીકરીને ભણાવી. દીકરી ભણી અને એંજિનિયર બની,અને વધુ ભણવા અમેરિકા ગઈ. અને તે ત્યાંજ સેટલ થઈ. બહેનના દિલના ખાલીપાને, આખરે હવે તેમની આબરૂ અને સંપતિનો ભાર લાગવા માંડ્યો. 

ઉપરોક્ત મુક્તકમાં ધનિક વિધવા બહેન નહીં પણ એક માતૃ વાસ્તલ્યથી ધબકી રહેલ એક માતાની એકલતાની વેદના છે. કાવ્યમાં જો કોઈ સંદર્ભ કે સાપેક્ષ અર્થ નહોય તો તે એક પરિકલ્પના બની રહે અને શાશ્વત કે કોઈ અનન્ય સંદેશ આપવતી દૂર રહે ! સબંધ- સહવાસને ખરી સંપતિ તરીકે જોનારની સામાન્ય લાગતી પરિસ્થિતિનો કોઈ ઈલાજ ખરો ? તે ચોટીલો સવાલ પ્રસ્તુત મુક્તક છોડી જાય છે. 


Rate this content
Log in