STORYMIRROR

Zalak bhatt

Children Stories Fantasy Others

3  

Zalak bhatt

Children Stories Fantasy Others

જન્મદિવસ

જન્મદિવસ

1 min
325

આજ મારો જન્મદિન આવ્યો’રે ફ્રેન્ડ્સ મારા

મા એ સવારે લાડુ ખવડાવ્યો રે’ ફ્રેન્ડ્સ મારા,


નવા-નવા કપડાં પહેર્યા

નવા-નવા શૂઝ પહેર્યા

હું તો ઘેરથી સાઈકલ

લઈ ચાલ્યો રે’ ફ્રેન્ડ્સ મારા

આજ મારો.. 


મંદિર ગયો ચાંલ્લો કર્યો

શ્રીફળ સાથે હાર ધર્યો

વળી, પ્રસાદના પેંડા પણ

લઈ ચાલ્યો રે’ ફ્રેન્ડ્સ મારા

આજ મારો.. 


પાછો આવ્યો ફોન લગાવ્યો

સગા-ફ્રેન્ડ્સ સૌને બોલાવો

હું હતો કેટલા વર્ષનો ?

ને કેટલાંમાં આવ્યો રે’ ફ્રેન્ડ્સ મારા

આજ મારો.. 


કેક સજાવી, ફુગ્ગા લીધાં

કેપને ચશ્મા શોધી લીધાં

પછી, કેન્ડલ નહીં હું

દીવડા લઈ આવ્યો રે’ ફ્રેન્ડ્સ મારા

આજ મારો .. 


સૌ કોઈ અચરજમાં પડ્યાં

ભૂલ થઈ તારી ભઈલા !

પછી,તેમને મેં ‘દિપયજ્ઞ’

સમજાવ્યો રે’ ફ્રેન્ડ્સ મારા

આજ મારો..


આ જાણી સૌ ખુશ થયાં

ફોટા માટે ચૂઝ થયાં

મેં તો સૌ કોઈનો આભાર

માન્યો રે’ ફ્રેન્ડ્સ મારા


આજ મારો જન્મદિવસ માણ્યો રે’ ફ્રેન્ડ્સ મારા

મને સૌ કોઈએ લાડુ બનાવ્યો રે’ ફ્રેન્ડ્સ મારા


Rate this content
Log in