જીવવું છે !
જીવવું છે !
પાંદડું ખરે ને સડે છે,
માનવ પડે અને મરે છે,
જીવતા સૌ જીવી જાણે છે,
મ્હારે મર્યા પછી જીવવું છે.
સહિયરની આંખે દુનિયા જોવી છે.
ન'હતો કદી મોટો કે કોઈ 'બાવલું' બનાવે,
છતાં કોઈના હૃદયે 'વહાલું' થવું છે
મ્હારે મર્યા પછી જીવવું છે,
ન'હતી 'ગુંજાશ' જીવતા કદીય, 'બેફામ' કે 'ઘનશ્યામ' કેરી,
છતાં મ્હારે લેખનમાં નામ 'ગુંજાવુ' છે.
જાણુ જ છું !
જનાર તો એવો વિસરાઈ જશે,
ગયો ને ખાલીપામાં હવા પૂરાઈ જશે,
મ્હારે મર્યા પછી જીવવું છે.
યાદમાં ભલે કોઈ ભેળા ન થાય
છતાંય યાદમાં કૈકના નેણ નીર રેલાવી જાય.
તેવું જીવવા
મ્હારે મર્યા પછી પણ જીવવું છે.
"॰" શ્રીમાન બરકતઅલી ગુલામઅલી વીરાણી : બેફામ
"॰॰" શ્રીમાન કનૈયાલાલ મુનશી : ઘનશ્યામ
